ગરવી તાકાત,કડી
કડી તાલુકાના વડુ ગામનો યુવાન સેવા ને પોતાનો શોખ બનાવ્યો છે. તેને ખરા અર્થમાં સેવા યક્ષ શરૂ કર્યો છે. વડુ ગામના તૃષારભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી ભુખ્યા લોકો ને ભોજન કરાવે છે.
તૃષારભાઈ પટેલ રોજના ૧૦૦ થી ૧૨૦ ભુખ્યા લોકો સુધી ભોજન પહોંચતું કરે છે. અને એક મહિના માં સરેરાશ ૧૮૦૦ થી ૨૦૦૦ ભુખ્યા લોકો અને જરુરિયાત મંદોને જમાડે છે. તેઓ કડી, નંદાસણ, છત્રાલ તથા કલોલ જેવા વિસ્તારોમાં ફરી ભુખ્યા લોકોને ભોજન કરાવે છે. 

આ પણ વાંચો – બહુચરાજીના સરપંચની અનોખી દિેલેરી 11 દિકરીઓને લીધી દત્તક

આ ભોજન શહેર ની રેસ્ટોરન્ટ , પાર્ટી પ્લોટ, મંદિર કે કોઈ નાં ઘરમાં વધેલું ભોજન એકઠું કરી પોતાની ગાડી માં ભુખ્યા જરુરિયાત મંદોને ભોજન પુરુ પાડે છે. અત્યાર સુધી માં લાખો લોકો સુધી ભોજન પહોંચતું કર્યું છે. શોસિયલ મિડિયા દ્વારા વઘેલા ભોજન ની માહિતી મળતી હોય છે.
આ ઉપરાંત કોરોના મહામારી માં લોકડાઉન વખતે ખડે પગે જરુરિયાત મંદોની મદદ કરી છે.તેમણે આ સેવા કાર્ય બદલ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૃપ માં તેમની સાથે ઘણા બધા યુવાનો જોડાયા છે. તુષારભાઈ પટેલ ના જણાવ્યા મુજબ ભુખ્યા ને ભોજન કરાવવું એજ અમારૂ લક્ષ્ય છે. ચાર વર્ષ અગાઉ એકલા હાથે શરુ કરેલ આ અભિયાન માં ઘણા યુવાનો જોડાયા છે.
જૈમિન સથવારા – કડી 
Contribute Your Support by Sharing this News: