વડગામના સિસરાણા ગામની મહિલાનું છરીની અણીએ બાળકી સાથે અપહરણ

ગમ્યું તો આગળ શેર કરો.
વડગામ તાલુકાના સિસરાણા ગામે એક મહિલાના ગળે છરી ભીડાવી ૧૪ મહિનાની પુત્રી સાથે અપહરણ કરાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વડગામ તાલુકાના સિસરાણા ગામે ગત ૧૭ ફેબ્રુઆરીએ ગામની એક મહિલાને ગળા ઉપર છરી ભરાવી તેની ૧૪ મહિનાની દિકરી સાથે ઇકો ગાડીમાં દાંતીવાડાનો એક યુવક અને તેની સાથેના અન્ય બે શખ્સોએ અપહરણ કર્યું હતુ.આરોપીએ મહિલા અને તેની પુત્રીને મારી નાંખવાની ધમકી આપી મહિલાએ પહેરેલા સવા અગિયાર તોલા સોનાના દાગીના (જેની કિંમત રૂપિયા આશરે ૪ લાખ રુપિયા) પણ ઉતરાવી લઇ મહિલાને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. જો કે પરિવારજનોની શોધખોળના અંતે મહિલા તેની પુત્રી સાથે મળી આવતાં મહિલાએ  અપહરણ કરનાર યુવક અને તેની સાથેના અન્ય બે શખ્સો વિરૂદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણ કરનાર યુવકની ધરપકડ કરી અન્ય બે શખ્સોની તપાસ હાથ ધરી છે. વડગામ પંથકમાં આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.
ગમ્યું તો આગળ શેર કરો.