તલોદ તાલુકામાં આવેલા પુંસરી ગામ જે આખા દેશમાં આગવી ઓળખ ધરાવે છે અને દરેક સુવિધાઓથી સજ્જ છે અને ગામમાં અનેક પ્રવૃત્તિ ઓ ચાલે છે વિના મૂલ્ય સેવા કરતી અસ્થિ બેન્ક પુંસરી આજે ૧૦ મી વાર ખોલવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ નું નિધન થાય તો સ્વ ના અસ્થિ ગંગાજીમાં વિસર્જીત કરવાથી મોક્ષ ગતી પામે છે. તેથી હિન્દુ ધર્મની સમજ છે. કે આજના જમાનામાં જેની પાસે સમય છે તેને હરિદ્વાર જવા આર્થીક સ્થિતિ નથી અને આર્થીક સ્થિતિ છે. તેની પાસે સમય નથી જેથી પુંસરી ખાતે જિલ્લા પંચાયત ના માજી સભ્ય નરેન્દ્રભાઈ પટેલ વિના મૂલ્ય આ અસ્થીબેંક ચલાવે છે તે પોતે દર વર્ષે હરિદ્વાર જાય છે. છેલ્લા દસ વર્ષ થી ચાલતી આ અસ્થિ બેન્ક આ વર્ષે ખોલતાં ૨૦૦ જેટલા અસ્થિ મળ્યા છે જેને ૧૮/૦૫/૨૦૧૯ ને શનિવાર નાં રોજ હરિદ્વાર વિસર્જીત કરાશે.અસ્થિ મૂકનાર પરિવારો પાસે ફરજીયાત બે વૃક્ષ વાવવા માટે ખાસ ફરજ પડાઈ છે જેથી પર્યાવરણ પણ જળવાઈ રહે તેવો પ્રયાસ કર્યો છે.દર વર્ષે નરેન્દ્રભાઈ તેમના જન્મદિને હરિદ્વાર આ સેવા કરવા જતાં હતાં પરંતુ આ ચાલુ વર્ષે સામાજિક કામે રોકાયેલ હોવાથી વહેલા જઈ રહ્યા છે. આ અસ્થિ બેન્ક ખોલવામાં રાણાજી વણજારા,ભાનુભાઈ દેસાઈ,રાજુભાઈ પરમાર,અમૃતભાઈ બારોટ,સચિન બારોટ,દીપક પટેલ,મદદરૂપ બન્યા હતા

Contribute Your Support by Sharing this News: