મહેસાણા પોલીસ કંટ્રોલરૂમને બાતમીના આધારે કડી પોલીસે જાસલપુર રોડ પર વોચ ગોઠવી ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ખીચોખીચ 61 જીવતા પાડા ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. ટ્રક પાસેથી કોઈ આરોપી ઝડપાયા નહોતા જેથી પોલીસે આ ગુનામાં સામેલ આરોપીઓને દબોલી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

બનાવની વિગત અનુસાર કડી પોલીસના માણસો કડી શહેરની જાસલપુર ચોકડી નજીક નાઈટ પેટ્રોલીંગ માં હતા ત્યારે પોલીસ ને જિલ્લા કંટ્રોલ રૂમ માંથી લોગ વર્ધી મળી હતી કે એક ટ્રક માં પાડા ભરી ને જોટાણા થી કડી તરફ કતલ ખાને લઈ જઈ રહ્યા છે. જેના આધારે કડી પોલીસે જાસલપુર ચોકડી પાસે તપાસ કરતા જાસલપુર રોડ ઉપર ગ્રીનપાર્ક સોસાયટી તરફ જવાના કાચા રસ્તા ના ખાંચામાં GJ-31-T6667 ટ્રક પડી હતી જેમાં તપાસ કરતા ચાવી લગાવેલ હતી પરંતુ કોઈ માણસ ટ્રકમાંથી મળી આવ્યો ન હતો જેને કડી-છત્રાલ રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે લઇ જઇ તપાસ કરતાં ટ્રકમાં બે ભાગ બનાવી 61 ખીચોખીચ કુર્તા થી મોઢા તેમજ પગ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા કડી પોલીસે અજાણ્યા શખસો વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: