ગરવીતાકાત પાલનપુર: પાલનપુર તાલુકાના મલાણા ચાર રસ્તા પાસે અવાર નવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. તેમાં આજે વધુ એક અકસ્માતના બનાવમાં બે ડમ્પર વચ્ચે એક મેક્સ ગાડી ઘુસી જતાં અફરા તફરી મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ પણ અહીં એક ડમ્પરના ચાલકે પૂર ઝડપે પોતાનું વાહન હંકારીને ડિવાઈડર પર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે જાનહાનીની ઘટના ચડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.