વાવ| ભારત પાકિસ્તાન સરહદે રણની કાંધીને અડીને આવેલા રાછેણા ગામની પ્રા. શાળામાં ધોરણ-2માં ફરજ બજાવતા શિક્ષક થાનાભાઇ કે.રાજપૂતની પ્રશંસનિય કામગીરીને લઈ તેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રવિવારે સન્માન કરાયું હતું અને તેમને પ્રમાણપત્ર એનાયત કરાયુ હતું. શિક્ષક ધો-2ના 50 બાળકોને વાંચન, લેખન અને ગણનમાં સમય કરતાં પહેલાં તૈયાર કર્યા હતા. ધોરણ-2માં શરૂ કરાયેલ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય દ્વારા 100 ટકા બાળકોની અધ્યન નિષ્પતીઓમાં નિપુણ બનાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા થાનાભાઇ રાજપુતને પ્રમાણપત્ર મુખ્યમંત્રીના વરદહસ્તે અપાયું હતું. જે પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, ગુજરાતના મુખ્યસચિવ જે.એન.સિધ, શિક્ષણના અગ્રસચિવ વિનોદરાવ તેમજ સીઆરસી અને બીઆરસી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સીઆરસી અને બીઆરસીને ટેબલેટનું વિતરણ કરાયું હતું. ફોટો ભાસ્કર

Contribute Your Support by Sharing this News: