ઉંઝામાં શ્રદ્ધાનો સાગર ઘૂઘવાયો : મહોત્સવના દર્શનથી સૌ કોઇ અભિભૂત

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૦)

૫૧૦૦ બહેનોનો જવારા સાથે યાત્રામાં જોડાઈ ત્યારે અનોખુ દ્રશ્ય સર્જાયું: મંત્રી ગણપત વસાવા: ગણપત વસાવાએ આ તકે જણાવ્યું હતુ કે આ લક્ષ ચંડી યજ્ઞનું આયોજન ખૂબજ સુંદર રીતે કરાયું છે. અને આયોજનને પણ અભીનંદન આપુ છું કે તેઓ છેલ્લા આઠ મહિનાથી ખૂબ મહેનત કરી રહ્યા હતા અને સારૂ આયોજન કર્યું છે. ભારતમાં આ પ્રકારનું આયોજન કદાચ કયાય ન થઈ શકે. લગભગ ત્રણ હજારથી વધુ લોકો એકસાથે યજ્ઞમાં બેસી શકે તેવું આયોજન કરાયું છે. લગભગ ૫૧૦૦ જેટલી બહેનો જે જવાળા લઈને નીકળી તે પણ એક અનોખું દ્રશ્ય હતુ સાથોસાથ પર્યાવરણનું જતન થઈ શકે તે માટે પણ અહીયા સા‚ એવું આયોજન કરાયું છે. ગરીબો માટે મેડીકલ સુવિધા પણ ઉપલબ્ધ છે. માં ઉમિયા બધાનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરૂ છું અને મા ઉમિયાના આશીર્વાદ લેવા માટે અમે આજે આવ્યા છીએ ત્યારે સમગ્ર આયોજકોને આવા આયોજન બદલ અભિનંદન પાઠવું છું.

લક્ષચંડી યજ્ઞ વૈશ્ર્વિક મહોત્સવ બની ગયો: કીરીટભાઇ પટેલ: આ પ્રસંગે કીરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે, રામાયણમાં અશ્ર્વમેધ યજ્ઞ થયા બાદ જો કોઇ મોટો યજ્ઞ હોય તો તે આ લક્ષચંડી યજ્ઞ છે. આજનો આ ટેકનોલોજીનો યુગ છે. મોબાઇલનો યુગ છે. ત્યારે યુવાનોને યજ્ઞ શું છે. તેનાથી શું ફાયદા થાય છે તેની ખબર નથી. માટે આવા યજ્ઞથી યુવાનોને પણ આ યજ્ઞથી થતા ફાયદાઓ અને તેના મહત્વ વિશે ખબર પડશે આજે દરેક નાત જાતના લોકો માં ઉમિયાના આશીવાદ લેવા માટે ખાસ અહિયા આવ્યા છે. આવા યજ્ઞથી ગુજરાતની સંસ્કૃતિની જાગૃતિ વધશે અને ભારતની સંસ્કૃતિ પણ ઉજાગર બનશે. વ્યસન મુકત સમાજ બનશે. સમાજમાં જાગૃતતા આવશે અને લોકો ભકિતભાવમાં વધુમાં વધુ જોડાશે. સ્વચ્છતાની પણ અહી ઘણી કાળજી રાખવામાં આવી રહી છે. બધા લોમો સ્વચ્છતાનું પાલન કરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા પણા ઘણા પ્રયત્નો થઇ રહ્યા છે. આજના દિવસે પણ જે પ્રમાણે ભકતોનું ઘોડા પુર ઉમટયું છે તે જોતા કહી શકાય કે આ લક્ષચંડી યજ્ઞએ વૈશ્ર્વિક મહોત્સવ બની ગયો છે. ૧૭ જેટલા રાજયોમાંથી લોકો અહિયા આવ્યા છે. આજના દિવસે ગઇકાલથી પણ વધારે લોકો જોડાયા છે. તમામ વિભાગો સારી રીતે પોતાનું કામ કરી રહ્યા છે.

મહાયજ્ઞનું જબ્બર આયોજન વિશ્ર્વના તમામ પાટીદારો માટે ગર્વની વાત છે:  સમગ્ર વિશ્ર્વનાં કડવા પાટીદારોનું કેન્દ્ર સ્થાન છે. સમગ્ર વિશ્ર્વનાં પાટીદાર સમાજે સાથે મળીને આવડુ મોટુ આયોજન કર્યું છે. તે આખા વિશ્ર્વનાં પાટીદારો માટે ગર્વની વાત છે. આ વખતના આયોજનમાં ગુજરાતનાં પાટીદારોને ૧૦ લાખ આમંત્રણ પત્રિકાઓ લખવામાં આવી હતી સાથો સાથ ભારતમાં રહેતા તમામ પાટીદારોને આમંત્રણ પત્રિકાઓ લખવામાં આવી હતી. વિશ્ર્વનાં ૫૦ થી વધુ દેશોમાં અમે આમંત્રિત પત્રિકાઓ વહેંચી હતી. સમગ્ર વિશ્ર્વમાં અમે પ્રચાર-પસાર કર્યો છે. ગઈકાલે પણ લગભગ ૬ લાખથી વધુ લોકો અહિંયા આવ્યા હતા. સવારે પણ ધર્મશાળાનું ઉદઘાટન શંકરાચાર્ય મહારાજનાં હસ્તે કરાયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાતાઓનું અને આયોજકોનું સન્માન કર્યું હતું.

ગુજરાતમાં સામાજીક સમરસતાનો હેતુ પુરો થશે: આ તકે સી.કે. પટેલે જણાવ્યું હતું ક લક્ષચંડી યજ્ઞના આજે હું જે દર્શન કરી રહ્યો છું અને જે દર્શનાર્થીઓ આવી રહ્યા છે તેને જોઇને મને આજે ઘણો આનંદ થયો છે. આજે ગુજરાતની અંદર સામાજીક સમરસતા કરવાનો જે હેતુ હતો તે પુરો થશે અને દરેક જ્ઞાતિના લોકો જે પ્રમાણે દર્શન કરવા આવ્યા છે તે જોતા ઘણો આનંદ થાય છે અને ધન્યતા અનુભવું છું.

સર્વ સમાજને સાથે લઈ સમરસતાના ભાવથી યજ્ઞનું આયોજન કરાયું: આ તકે દિલીપભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે આવા યજ્ઞ ભાગ્યે જ થતા હોય છે ત્યારે આ યજ્ઞમાં આવીને આનંદ થાય છે. આજે આ યજ્ઞ દ્વારા માં ઉમિયાને પ્રાર્થના કરવા માટે બધા જોડાયા છે. આ યજ્ઞ માત્ર યજ્ઞ જ નહીં પરંતુ આ યજ્ઞની અંદર એક સમરસતાનો ભાવ પેદા થાય, સર્વ સમાજનાં લોકો સાથે મળીને રહી શકે. આ યજ્ઞ મારફતે એક સમરસતાનો સંદેશ પણ સમગ્ર ભારતની અંદર જવાનો છે. જેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ ત્યારે એક સંસ્કારની યુનિવર્સિટી કરીએ તો પણ કહી શકાય. ભારતીય સંસ્કૃતિનું વિધાન પણ આ યજ્ઞના માધ્યમથી થઈ શકે છે. સર્વ સમાજને સાથે લઈને એક સમરસતાના ભાવથી આ યજ્ઞનું આયોજન કરાયું છે. રાજય સરકારે પણ આ સમરસતામાં સહભાગી થવા યાત્રાધામ અને પ્રવાસનધામમાંથી ૯ કરોડ જેવી રકમ આપીને આ યજ્ઞમાં મદદ કરી છે અને છેલ્લે માં ઉમિયાને પ્રાર્થના કરું કે ગુજરાતમાં શાંતી જળવાય રહે.

લક્ષચંડી મહાયજ્ઞના સૌરાષ્ટ્રના મીડિયા ક્ધવીનર પ્રો. પનારા સાથે આગેવાનો: ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલ (મમ્મી), મંત્રી જયંતિભાઈ પટેલ, લક્ષચંડી મહાયજ્ઞના ક્ધવીનર અરવિંદભાઈ પટેલ (ખઅઙ ઓઈલ)સહમંત્રી વસંતભાઈ પટેલ (કેપ્ટન), સંગઠન સમિતિના ક્ધવીનર પ્રવિણભાઈ પટેલ, ઊંઝાના કારોબારી સભ્ય પરસોતમભાઈ ફળદુ તથા લક્ષચંડી મહાયજ્ઞ મિડિયા સમિતિના ક્ધવીનર પ્રોફેસર જે. એમ. પનારા વગેરે નજરે પડે છે.

બાલનગરીમાં ૬૨ રાઇટો: સચિન પટેલના જણાવ્યા મુજબ બાલ નગરીમાં આજે બહુ જ ધસારો છે. અમારે કુલ ૬ર રાઇડો છે. આજે અહીયા ૧૦ લાખથી વધારે લોકો આવવાના છે. અને આ બાલનગરીની પણ લોકો મુલાકાત લઇ રહ્યા છે. અમારી બધી રાઇડો ખુબ જ સારી રીતે ચાલે છે અને બધા લોકો રાઇડમાં બેસીને આનંદ કરે છે. આ બાલ નગરીમાં ૮૦૦ થી વધુ સ્વય સેવકો કામ કરી રહ્યા છે. નાના બાળકો ખોવાઇ નહી તે માટે પણ અમે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે.

ભોજનશાળામાં ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો તો માત્ર રસોઈ બનાવે છે: દિલીપભાઈ પટેલે આ તકે જણાવ્યું હતુ કે આજે દોઢથી બે લાખ ભકતો માટે રસોઈ બનાવવામાં આવી છે. લાડુ, બે જાતના શાક અને દાળભાત જેવી વાનગીઓ બનાવવામાં આવી છે.તેમજ અહીયા ૩૫ થી ૪૦ હજાર સ્વયંમ સેવકો કામ કરી રહ્યા છે. ૨૦૦ જેટલા વાહનોને સામાન પહોચાડવા માટે રાખવામાં આવ્યા છે. એક કલાકની અંદર ૧હ૦ થી ૧૨ હજાર જેટલી રોટલી બની શકે તેવું મશીન પણ રાખવામાં આવ્યું છે. ૧૨૦૦ થી ૧૫૦૦ લોકો રસોઈ બનાવે છે. અત્યારે ૧૮ લાખ લાડુ બનાવવામાં આવ્યા છે. વડીલોના આર્શીવાદથી અને માતાજીની કૃપાથી આવડુ આયોજન થયું છે.

ભોજનશાળામાં એકી સાથે પ૦ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા: દિનેશભાઇએ આ તકે જણાવ્યું હતું કે આ યજ્ઞમાં ભોજન શાળા માટે આઠ બ્લોકો છે અને એકી સાથે પ૦ હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. ગઇકાલે ર લાખ લોકોએ અહિયા ભોજન કર્યુ હતું. લોકો શાંતિથી બેસીને સારી રીતે ભોજન કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. અમારા બ્લોકમાં ર૦૦ જેટલા સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. ભોજન માટે બહુ સારી વ્યવસ્થા કરાઇ છે.

ગમ્યું તો આગળ શેર કરો.