ગરવીતાકાત,અરવલ્લી: સાબરકાંઠા ના તલોદ તાલુકાના પુંસરી ગામ આજ રોજ સંગઠન પર્વ અંતર્ગત નીકળેલા વિસ્તરકો નો આજે છેલ્લા દિવસે પુંસરી ગામે સભ્ય નોધણી, મન કી બાત નું આયોજન કર્યું જેમાં ઉતર ઝોન વિસ્તાર યોજના ના નરેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા.

પુંસરી ગામના ખેડૂતો માટે રાજ્ય સરકારે તૈયાર કરેલા 1170 સોઇલ હેલ્થ કાર્ડ નું વિતરણ કર્યું જ્યારે મન કી બાત નો સામૂહિક કાર્યક્રમ કર્યો રાજ્ય નોંધણી કરી વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં પુંસરી ના  સરપંચ સુનંદાબેન પટેલ,  માજી સરપંચ હિમાંશુભાઈ પટેલ,  દૂધ મંડળીના ચેરમેન રોનકભાઈ પટેલ, પુંસરી તાલુકા પંચાયત ના સભ્ય હસમુખસિંહ  પરમાર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી