• પોલીસ અને વાલીઓ વચ્ચે ઘક્કામુક્કી થઈ હતી.
  • સ્કૂલ કોઈ નફો ન કરતી નથીઃસ્કૂલ મેનેજમેન્ટ
  • કોઈ સુવિધા નથી ને ફરી વધારીઃ વાલીઓ

ગરવીતાકાત સુરતઃ વરાછા અને મોટા વરાછામાં આવેલી ગજેરા સ્કૂલ અને આશાદીપ સ્કૂલમાં ફી વધારાનો મુદ્દો શાંત થાય ન થાય ત્યાં અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફીના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સેવન્થ ડે સ્કૂલ દ્વારા 40 ટકા જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવાનું જણાવતાં વાલીઓએ આક્ષેપ સાથે ઉમેર્યું હતું કે, સ્કૂલમાં ખાસ કોઈ સુવિધાઓ નથી તેમ છતાં આટલો મોટો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. વાલીઓના વિરોધ અને નારેબાજીને લઈને એસીપી સહિતના પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ કાફલો ગોઠવ્યો હતો.

ફી ઘટવાની જગ્યાએ વધી: પિનલ નામની વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ડોનેશન લઈને મારા બાળકને એડમિશન અપાયું હતું. એડમિશન વખતે કહેવાયું હતું કે, બાળક જેમ ઉપરના ધોરણમાં જશે તેમ ફીમાં ઘટાડો કરવામાં આવશે જો કે આ અહીં ફી ઘટવાની જગ્યાએ પહેલા ધોરણથી આઠમામાં બાળક આવ્યું ત્યાં સુધીમાં ચાર ગણી ફી થઈ ગઈ છે. અથ્યારે પણ 25 હજારમાંથી 45 હજાર રૂપિયા ફી કરી દેવામાં આવી છે.

26 કરોડનું બજેટ બતાવાયું: વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કલરકામથી લઈને બગીચા અને રિનોવેશન સહિતની કામગીરીના નામે 26 કરોડનું બજેટ વાલીઓને દર્શાવવામાં આવ્યું હતું. સાથે સ્કૂલ દ્વારા વાલીઓને કહેવાયું હતું કે, સ્કૂલ નફો કરતી નથી નુકસાનીમાં હોવાથી ફી વધારવામાં આવી છે.

વોલીઓ પોલીસ વચ્ચે ચકમક: સવારના નવ વાગ્યાથી સ્કૂલમાં વિરોધ કરતાં વાલીઓને પોલીસ દ્વારા ખસેડવામાં આવ્યાં હતાં. જેથી પોલીસ અને વાલીઓ વચ્ચે એક બીજાને ધક્કા ધક્કી કરતાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હાલ વાલીઓના ઉગ્ર આક્રોશને લઈને મહિલા પોલીસ સહિતનો વધુ કાફલો મંગાવવામાં આવ્યો છે.

બીજા સાથે સમાચાર શેર કરો.