કેરળના ગુરૂવાયુર મંદિરમાં પીએમ મોદીની 112 કિલોમ કમળથી તુલા કરવામાં આવી હતી
કેરળના ગુરૂવાયુર મંદિરમાં પીએમ મોદીની 112 કિલોમ કમળથી તુલા કરવામાં આવી હતી
પહેલો સગો પાડોશીની કહેવતને યથાર્થ કરવા માટે વડાપ્રધાન મોદી પોતાના બીજા કાર્યકાળની પ્રથમ વિદેશ યાત્રા પાડોશી દેશોથી શરૂ કરી રહ્યાં છે.

આજથી વડાપ્રધાન મોદી બે દિવસની માલદીવ અને શ્રીલંકાની યાત્રાએ રવાના થશે. શુક્રવારે રાત્રે એક વાગ્યે વડાપ્રધાન મોદી કેરળના કોચ્ચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. શનિવારે સવારે તેઓ કૃષ્ણ મંદિરમાં પૂજા કરી અને ત્યાથી તિરુમાલાના પ્રસિદ્ધ ભગવાના વેંકટેશ્વરના મંજિરમાં પૂજા અર્ચના કરશે. શનિવારે સવારે વડાપ્રાન હેલિકોપ્ટરથી ગુરૂવાયરૂ મંદિર ખાતે પહોંચ્યા હતા. પ્રાદેશિક મલયાલી વસ્ત્રોમાં સજ્જ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે કલેક્ટર અને સ્થાનિક સત્તાધીશોએ સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ મંદિરમાં પૂજા અર્ચન કરી હતી. ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાન મોદીની 112 કિલો કમળથી કમળ તુલા કરવામાં આવી હતી. પીએમ મોદી માલદીવ જવા રવાના થશે.

શનિવારે વડાપ્રધાન માલદીવમાં રોકાણ કરશે અને રવિવારે શ્રીલંકા પહોંચશે. વિદેશ યાત્રાએ જતા પહેલાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમનો પ્રવાસ નેબરહુડ ફર્સ્ટ નીતિ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે આ યાત્રાથી બંને દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબૂત થશે. શુ્ક્રવારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમની નીતિ પહેલાં પાડોશીની છે. આ યાત્રાના મારફતે દરિયા કાંઠાને બંને દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થશે અને દ્વીપક્ષીય ચર્ચા મજબૂત થશે. લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી અને વડાપ્રધાન તરીકે બીજો કાર્યકાળ શરૂ કર્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ યાત્રા છે.

માલદીવ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરશે: માલદીવ પીએમ મોદીને તેમના પ્રતિષ્ઠીત પુરસ્કાર ‘ઑર્ડર ઑફ નિશાનિઝ્ઝુદ્દીન’થી સન્માનીત કરશે. પીએમ મોદીએ કહ્યું હતું કે સુરક્ષા અને પ્રગતિની દૃષ્ટીએ પહેલાં પાડોશીની આપણી નીતિથી આ બંને દેશો સાથે સંબધ મજબૂત થશે. એક નિવેદમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 21મી એપ્રિલે શ્રીલંકામાં થયેલા ભીષણ હુમલાને ધ્યાનમાં રાખતા સરકાર અને ત્યાનાં નાગરિકો પ્રતિ ભારતની એકજુથતા વ્યક્ત કરવાનો પ્રયાસ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનો દરેક નાગરિક શ્રીલંકા સાથે મજબૂતીથી ઊભો છે. ઈસ્ટરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં જેમણે પીડા ભોગવી છે અને વિનાશ વેઠ્યો છે તેવા તમામ લોકો સાથે ભારત છે. અમે આતંકવાદ વિરુદ્ધની મહત્વપૂર્ણ લડાઈમાં શ્રીલંકાનું સમર્થન કરીએ છીએ.

Contribute Your Support by Sharing this News: