ગરવીતાકાત બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌધરી ના માગૅદશૅન અને તેમના સહિયારા સહયોગ થી આજે અમીરગઢ તાલુકા યુવા ભાજપ ના અધ્યક્ષ શ્રી રામલાલ મીણા ના અધ્યક્ષ સ્થાને નોટબુક વિતરણ નો કાયૅક્રમ કરવામાં આવ્યો જે આ પ્રસંગે અમીરગઢ તાલુકા યુવા ભાજપ ના ઉ.પ્રમુખશ્રી કેદારસિહ બી ચૌહાણ તથા યુવા ભાજપ મેમ્બર્સ શ્રી વિક્રમભાઈ ઠાકોર તથા અમીરગઢ તાલુકા ભાજપ ITSM ઈન્ચાર્જ શ્રી જવાનભાઈ રબારી તથા ITSM સ.ઈન્ચાજૅ શ્રી ભાવેશભાઈ માળી તથા ITSM કન્વિનર શ્રી પ્રકાશભાઈ નાઈ તથા ITSM કન્વિનર શ્રી અંકેશભાઈ ઠાકોર તથા શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી

જે આ પ્રસંગે અમીરગઢ તાલુકા યુવા ભાજપ ના અધ્યક્ષ શ્રી રામલાલ મીણા એ વધુ માં જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકો પછાત તથા અંતરિયાળ વિસ્તાર હોવાથી જરૂરિયાત મંદ દિકરા દિકરીઓને સારૂં શિક્ષણ મળે તે માટે અમે પ્રયત્નો કરીએ જ છીએ પણ સાથે-સાથે અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આ વિસ્તારની નોંધ લે તેવી ભાવના વ્યક્ત કરી હતી.