વાવ ખાતે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા ૧૮ વર્ષ થી નાના ભૂલકાઓનું એક વોટ્‌સઅપ દ્વારા સેવાભાવી ગૃપ કાર્યરત છે.આશિષ જયસ્વાલ નામના યુવક દ્વારા ચાલતા આ ગૃપને સૌ કોઈ નાના મોટા લોકો આર્થિક મદદ કરે છે. મદદરૂપે મળતા નાણામાંથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં પક્ષીઓને પાણીની જરૂર છે ત્યાં માટીના જળ કુંડા લાવી ઠેર ઠેર જળ કુંડા બાંધી પક્ષીઓ માટે એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે. વિશેષમાં શ્વાનોને બીસ્કીટ તેમજ રોટલા વિતરણ તેમજ ગાયો માટે ઘાસનુ વિતરણ કરાય છે ઉતરાયણના પર્વમાં પણ કુતરાઓ માટે દાન એકત્રિત કરી શ્વાનોને લાડુનું વિતરણ કરાય છે. આમ આશિષ જયસ્વાલના સેવાભાવી ગૃપના નેજા હેઠળ ચાલતી આ એક પ્રવૃતિ સરહદી પંથકમાં પ્રસંસાને પાત્ર બની રહી છે.

Contribute Your Support by Sharing this News: