પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ પાસેથી આજે બાવળોની ઝાડી નજીક એક નવજાત શિશુ કોથળામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતા ગ્રામજનોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ બાબતે જાણ કરાતા પોલીસ તેમજ આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી અને નવજાત શીશુને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું : આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ
પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ પાસેથી એક નવજાત શિશુને કોથળામાં ભરીને કોઈ અજાણી વ્યક્તિએ ફેંકી દેતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને બાવળોની ઝાડીમાં કણસતા આ નવજાત બાળકને જોઈ સૌ કોઈના હૃદય દ્રવી ઉઠ્યા હતા. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોગ્યની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી હતી અને નવજાત શિશુને ૧૦૮ દ્વારા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.
જો આમ પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામ પાસેથી કોઈ અજાણી વ્યક્તિએ ફેંકી દીધેલી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.