મોડાસા-શુક્રવાર, અરવલ્લી જિલ્લાની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

ગરવીતાકાત,અરવલ્લી: આ બેઠકમાં ભિલોડા-મેઘરજના ધારાસભ્યશ્રી અને મોડાસાના ધારાસભ્યશ્રી ધ્વારા નાગરીક પુરવઠા,પીવાના પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, આદિજાતિ વિભાગને લગતા પ્રશ્નો, જાહેર રસ્તાઓ ઉપર કરેલ દબાણ હટાવવા અંગે  વિજળી અને ગૌચરના પ્રશ્નો અને શિક્ષણ તથા મોડાસા નગરને પાઇપ લાઇન ધ્વારા  સીએનજી ગેસ કનેકશન આપવાના પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી આ બાકી રહેતા તમામ કામો સત્વરે પૂર્ણ કરવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને સુચન કર્યુ હતું.

આ બેઠકમાં સાબરકાંઠા- અરવલ્લીના સંસદ સભ્યશ્રી દિપસિહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા પોલીસ વડાશ્રી મયુર પાટીલ, નાયબ વન સંરક્ષકશ્રી, પ્રાયોજના વહિવટદારશ્રી,  ડે. કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી બાયડ, પ્રાંત અધિકારીશ્રી મોડાસા તથા જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: