ગરવીતાકાત,બનાસકાંઠા: ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગની સુચના મુજબ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ આજે તા, 6/9/19 ના રોજ ઝાલમોર ગામે કાંકરેજ તાલુકાનાં ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા ના વરદ હસ્તે તેમજ તાલુકાના આગેવાનો તેમજ સરપંચ ની હાજરીમાં સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પમાં સી.એચ.સી. શિહોરી ના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.પવાર ડો. બ્રિજેશ વ્યાસ તેમજ મેડિકલ ઓફિસર ઝાલમોર ડો.ભગવતીબેન ઉભાતર. આર.બી એસ.કે. મેડિકલ ઓફિસર ડો. નરેશ ચૌધરી દ્વારા સગર્ભા બહેનોની આરોગ્ય તપાસણી કરવામાં આવી આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તાલુકા સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ ટી.એચ.વી બેનશ્રી દેવીબેન વાઘેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોર ના સુપરવાઇઝર મનુભાઇ રાઠોડ તેમજ સીતાબેન વાઘેલા, ફાર્માસિસ્ટ, લેપ ટેક,FHWબહેનો,MPHW ભાઈઓ, આશા બહેનો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાલમોર ના તમામ સ્ટાફ દ્વારા આયોજન કેમ્પ કરવામાં આવ્યો હતો.

તસવીર અહેવાલ મોહંમદ ઉકાણી કાંકરેજ