ગરવીતાકાત,બનાસકાંઠા: પાલનપુર તાલુકાના માલણ ગામે આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો.અનાવાડીયા તથા ટી.આઇ.ઇ.સી.ઓ સોલંકી તથા ટી.એમ.પી.એસ કિશોરભાઇ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલણના મેડીકલ ઓફિસર ડો. ડી.ડી.મેતિયાના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલણથી ગામનાં જુદા જુદા વિસ્તારોમાં ફરી પરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી. આ રેલીમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, આશા ફેસીલીટર, આશા બહેનો તથા ગામ લોકો પણ જોડાયા હતા. અંતમાં આભારવિધિ માલણ પી.એચ.સીના મ.પ.હે.સ દિનેશભાઇ પ્રજાપતિએ કરી હતી.

તસ્વીર અહેવાલ જયંતિ મેતીય બનાસકાંઠા 

બીજા સાથે સમાચાર શેર કરો.