નોટબંદી લાગુ કરતી વખતે કહેવાયુ હતુ કે નકલી નોટોનો ગોરખધંધો હવે બંધ થઈ જશે પરંતુ આ વાયદાઓ પોકળ સાબીત થઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટના કુવાડવાના હનુમાન મંદિર પાસેથી એક શખ્સ પાસેથી 1લાખ 2 હજારની ઝાલી નોટ સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પાસે રૂ. 2000 ની કુલ 51 નોટો બરામદ થયેલ છે. 

આ પણ વાંચો – અંધશ્રધ્ધા@મહેસાણા: અઢી વર્ષના દિકરાના મોતને દેવ દુખ માની વહુને ઘરની બહાર કાઢી મુકી

પોલીસને ચોક્કસ બાતમી મળેત હતી કે કુવાવાડાનો જાગગઢનો શખ્સ નકલી નોટોને બજારમાં વહેતી કરવાના પ્રયાસોમા લાગેલો છે. જેનુ નામ હેમંત હમીરભાઈ વાટુકીયા જાણવા મળેલ છે. ધરપકડ બાદ તેને જણાવેલ છે કે પૈસાની ખુબ જરૂર હોવાથી તથા સંતાનની બીમારીને કારણે પૈસાની જરૂર પડતા તેને મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી 20 હજારમાં આ નકલી બે હજારની 51 નોટો ખરીદેલ હતી. જેને તે માર્કેટમાં 50 હજારમાં વેચવાનો હતો પરંતુ આ તેના ઈરાદાને અંજામ આપે તે પહેલા જ કુવાવાડા પોલીસે તેેને બાતમી આધારે ઝડપી પાડી તેની અટકાયત કરી લેવામાં આવી હતી. સાથે સાથે તેની પાસેથી મળેલ બે હજારની 51 નકલી નોટો એટલે કે 1 લાખ 2 હજાર રૂપીયાને ઝપ્ત કરી આ નોટ જ્યાથી લાવ્યો હતો એ નેક્સને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. તથા હેમંત હમીરભાઈ વાટુકીયા વીરૂધ્ધ નકલી નોટો રાખવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Contribute Your Support by Sharing this News: