અમદાવાદ – મહેસાણા હાઈવે ઉપર નંદાસણ નજીક સાઈડમાં પડેલી એક લક્ઝરીને પાછળથી રાજેસ્થાનની ટ્રાવેલ એજન્સીની લક્ઝરીએ જોરદાર ટક્કર મારતા એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હતુ તથા અન્ય મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. 

રાત્રીના 4 વાગ્યાની આસપાસ અમદાવાદથી મહેસાણા તરફ જઈ રહેલી ટ્રાવેલ એજન્સીની લક્ઝરી જેનો નંબર GJ-05-Z-1770 ના ડ્રાઈવરને સ્ટેયરીંગમાં અવાજ આવતા તેને પોતાનુ વાહન નંદાસણમાં ગાર્ડન સફારી નજીક રોડની ઉભુ રાખ્યુ હતુ. લક્ઝરીનો ડ્રાઈવર નીચે ઉતરી વાહન ચેક કરી રહ્યા હતા એવામાં પાછળથી એક બીજી લક્ઝરીના ચાલકે અચાનક જોરદાર ટક્કર મારતા વાહનમાં બેસેલા પેસેજર્સ બુમાબુમ કરવા લાગ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પાછળની શીટમાં બેસેલા એક પરિવારને ગંભીર ઈજાઓ થતા તેમને નજીકની સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા એક વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ તથા તેની પત્ની અને દિકરીને ગંભીર ઈજાઓ થવા પામી હતી. 

આમ રોડની સાઈડમાં પાર્ક કરેલા સાધનને ગફલતભરી રીતે પાછળથી અકસ્માત કરવા બદલ રાજેસ્થાનની ટ્રાવેલ એજન્સીના ડ્રાઈવર (લક્ઝરી નંબર RJ-19-PB-2726) વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here