સુઇગામના મોરવાડા ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ ની ભવ્ય શોભાયાત્રા..

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,સુઈગામ(તારીખ:૨૭)

હાથી ની અંબાડી પર પોથીયાત્રા કઢાઈ,,હજારો લોકો શોભાયાત્રામાં જોડાયા,

સુઇગામ તાલુકાના મોરવાડા ગામે શ્રી વેરાઈ માતાજી ના સ્થાનકે શ્રી વેરાઈ ગૌ શાળાના લાભાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે,જેમાં બુધવારે હાથી ની અંબાડી પર પોથીયાત્રા સાથે શોભાયાત્રા નીકળવામાં આવી હતી,જેમાં હજારો ભાવિક ભક્તો જોડાયા હતા,

  ગુરુવાર થી શરૂ થનાર શ્રી ભાગવત સપ્તાહ નિમિતે બુધવારે સુઇગામ તાલુકાના મોરવાડા ગામ માં હાથી અને ઘોડા બગી સાથેની ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નું આયોજન કરાયું હતું,જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા,ભાગવત કથાકાર કનકેશ્વરી દેવી ના શ્રી મુખે ગુરુવારથી વેરાઈ માતાજીના મંદિરે ગૌ શાળાના લાભાર્થે ભાગવત કથાની શરૂઆત થનાર છે,જેની પૂર્વ તૈયારી રૂપે પોથીયાત્રા અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ગામની બાલિકાઓ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું,…તસ્વીર.નવીન ચૌધરી. સુઇગામ

ગમ્યું તો આગળ શેર કરો.