ગરવીતાકાત,સાબરકાંઠા: સાબરકાંઠા ના હિંમતનગર તાલુકાના અડપોદરા ગામમા  ડુંગળ ની તળેટી પર યોજાશે ભવ્ય લોક મેળો.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના બીજા શનિવારે સાંજે અને રવિવારે પૂરા દિવસ દરમિયાન આ મેળો યોજાશે  સાબરકાંઠા જીલ્લા  તથા આજુ બાજુ ના ગામડા ના લોકો મોટી સંખ્યા મા મેળા ની મોજ માણવા અસંખ્ય જન મેદની ઉમટી પડે છે.સાબરકાંઠા જીલ્લા મા અડપોદરા ગામનો ઝલા બાવજી નો મેળો આગવું સ્થાન ધરાવે છે. તેમજ આ મેળા નું રહસ્ય એ છે કે ઝાલા બાવજી એક શૂરવીર તરીકે ઓળખાઈ ગયા છે. મોગળકાળ વખતે ગાયોને બચાવવા માટે વિરગતિ પામેલા તેજ જગ્યા એ મંદીર બાંધવા મા આવ્યુ હતુ.અને ત્યાર પછી લોકો પોતાની ગાયો ભેંસો માટે ઝાલા બાવજી ની બાધા ઓ રાખે છે તેં આ સમયે પુર્ણ કરવામા આવે છે આ મેળા મા આદિવાસી જાતીના લોકો અલગ અલગ પહેરવેશ પહેરી ને લોક નૃત્યો કરે છે ઢોલ અને પાવા ના સૂરો ની રમઝટ માણે છે મેળા મો આવતા લોકો ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ના પડે તેં માટે અડપોદરા ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામ્ભોઈ પોલીસ ખાતા નો સારો એવો સહયોગ મળી રહે છે.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.