ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા ના મહુડા છાપરિયા પ્રાથમિક શાળામાં આજ રોજ  શાળા વનીકરણ” એક બાળ એક ઝાડ ” નો કાર્યક્રમ ખુબજ સુંદર રીતે ઉજવાયો હતો આ અંતર્ગત શાળામાં સરપંચ શ્રી ભરતભાઇ ખાંટ ,ગામ ના આગેવાન શ્રી રસિકભાઈ પટેલ, એસ.એમ.સી.અઘ્યક્ષ શ્રી મહેશભાઈ,વાલી શ્રી ઓ બકાભાઈ ,કાળાભાઈ,દીપકભાઈ,શકુભાઈ ભરવાડ તથા અમારા સી.આર.સી.શ્રી અનિલભાઇ,શાળાના શિક્ષક અને ગુ.રા.પ્રા. શિ. સંઘના મહામંત્રીશ્રી શ્રી સતિષભાઈ પટેલ તથા આ શાળાના  શિક્ષિકાબેન શ્રી શીતલબેન  તથા અમારી શાળાના બાળદેવો દ્વારા શાળામાં તથા દરેક વિદ્યાર્થીઓના ઘરે  એક-એક વૃક્ષ વાવી આ કાર્યક્રમની ઉજવણી કરી. છોડમાં રણછોડ

શાળામાં હાલ 153 ઝાડ અને 36 ફૂલ છોડ, અને ઔષધિ છોડ છે. કાર્યક્રમમાં  હાજર રહેલા સૌ મહેમાનો નો શાળા પરિવાર એ આભાર માન્યો હતો

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી