ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા નો ૭૦ માં વન મહોત્સવ તા. ૪ ને રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના બામણવાડ ગામ ની નવી વસાહત ખાતે ખૂબ જ સુંદર રીતે યોજાયો આ વન મહોત્સવમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી સરદારસિંહ બારૈયા તેમજ બિનઅનામત આયોગના ઉપાધ્યક્ષ શ્રી બી.એચ. ઘોદાસરા ની ઉપસ્થિતિ માં ૭૦ માં વનમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર શ્રી એમ નાગરાજન જિલ્લા પોલીસ વડા શ્રી મયુર પાટીલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષિત ગોસાવી સાહેબ નાયબ વન સંરક્ષક શ્રી પી. પુરૂષોથમાં સાહેબ અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ રણવીર સિંહ ડાભી સાહેબ ભિલોડા વિધાનસભા ઇન્ચાર્જ શ્રી પી.સી.બરંડા સાહેબ સહિત વન વિભાગ ના કર્મીઓ અને આસપાસના ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સૌ મહાનુભાવો ના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગ નો આગળ નો કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો વહીવટીતંત્ર વન વિભાગ તેમજ બામણવાડ ગ્રામ પંચાયત દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.

બામણવાડ ગ્રામ પંચાયત સરપંચ વાલજીભાઈ ના જણાવ્યા અનુસાર નવી વસાહત ખાતે છેલ્લા પંદર દિવસથી વનવિભાગ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ઔષધી વનસ્પતિ તથા અનેક પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે બામણવાડ નવી વસાહત સમગ્ર પંથકમાં હરિયાળા ગામ તરીકેની ઓળખ મળશે આ ૭૦ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ગુજરાત ક્ષેત્રના અધ્યક્ષ સરદારસિંહ બારૈયા એન.એસ. યાદવ ( એપીસીસીએફ સીઈઓ જી.એસ. ડબલ્યુ. એમ. એ ગાંધીનગર) જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા વન વિભાગ તંત્ર અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો અને બામણવાડ ગામ પર્યાવરણ બચાવો અભિયાન માં સમગ્ર ગામના લોકો વૃક્ષારોપણ સાથે વૃક્ષોની માવજત માટે અભિયાન હાથ ધરશે એવું જણાવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: