કોરોના મહામારી દરમ્યાન ફાયર સેફ્ટીના અભાવે ગુજરાત રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં આગ લાગવાથી અનેક લોકો બળીના ખાખ થઈ ગયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારન ફાયર સેફ્ટિની બેદરકારીના કારણે ઝાટકણીઓ પણ કાઢી છે. પંરતુ એ દિશામાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવ્યા તેના પુરાવા આગની ઘટનાઓ પર સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના મહેસાણાની કોવિડ હોસ્પિટલ સાઈ ક્રીશ્નામાં બની છે. આ હોસ્પિટલમાં શોર્ટ સર્કીટ થતાં ધુમાડાના ગોટા ઉઠ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં આગને કારણે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા.

મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં એસીમાં સોર્ટ સર્કીટના કારણે ફરિવાર ફાયર સેફ્ટિનો મુ્દ્દો ઉઠ્યો છે. આ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ કોરોનાના 20 દર્દીઓ દાખલ હતા. હોસ્પિટલના પાંચમાં માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી. ઘટનાને પગલે તુંરત ફાયર ફાયટરની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ તંત્ર દ્વારા સાચી હકીકતને છુપાવવા માટે મુખ્ય દરવાજા બંધ કરાયા હતા. આ મામલે મીડિયા કર્મીઓ પણ સાચી માહિતીથી અવગત ના થાય તે માટે તંત્ર દ્વારા નિરર્થક પ્રયાસ કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 18 જણા બળીને ખાખ થઈ ગયા હતા. આ સિવાય રાજ્યના અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ શહેરમાં પણ હોસ્પિટલમાં આગ લાગવાથી આગમાં લપેટાયા હતા. ત્યારે આજે ફરિવાર રાજ્યના એક મહત્વપુર્ણ શહેર મહેસાણાની સાઈ ક્રીશ્ના પ્રાઈવેટ હોસ્પિટલમાં આગના બનાવને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ બનાવને પગલે કોઈ જાનહાની ન થવાના કારણે તંત્રને રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવને પગલે ફરિવાર હોસ્પિટલો સહીતની બીલ્ડીંગોમાં ફાયર સેફ્ટિને મુદ્દે તંત્ર કોઈ નક્કર પગલા ભરે, તેવી માંગ આમ જનમાં માંગ ઉઠવા પામી છે. જેથી ભવિષ્યમાં આવા દુર્ધટનાઓને ટાળી શકાય.

Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here