પાલનપુરના આંબેથા ગામે પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૨૭)

આજ રોજ આંબેથા ગામે  પાંચમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં આજુબાજુના ૧૨ ગામોના ગામજનો ને સરકારની જુદા જુદા વિભાગોની સેવાઓ જેવી કે આધાર કાર્ડ રેશનકાર્ડ આવક-જાતિ નો દાખલો તબીબી તપાસ વિગેરે સેવાનો લાભ એક જ સ્થળે મળી રહે તેવા હેતુથી ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમમાંના અધ્યક્ષ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય લાલજીભાઈ, તાલુકા પંચાયત પાલનપુરના ઉપપમુખ ,તાલુકા સદસ્ય લક્ષમણભાઈ તથા ૧૨ ગામના સરપંચ અને તલાટીઓ હાજર રહયા હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા

ગમ્યું તો આગળ શેર કરો.