મહેસાણા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, મહેસાણા ફાયર વિભાગ દોડતું થયું

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા કેમિકલની ફેકટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મહેસાણા દેદીયાસણ જી.આઈ.ડી.સી વિભાગ બેમાં આવેલી એક કેમિકલની ફેક્ટ્રીમાં આગ લાગવાની ઘટના બની છે. દેદિયાસણ શેડ નં 295 પ્લોટમાં કેમિકલ સોલવન્ટ પોલીમર્સની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તારણમાં શોટ સર્કિટનાં કારણે આગ ભભુકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ચુકી છે. આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે આગ એટલી ભયાનક છે કે બે કિલોમીટર દુરથી જ ધુમાડા જોવા મળે છે. આગની વિકરાળ સ્વરૂપ જોઇને નગરપાલિકા દ્વારા ONGCની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. ઓએનજીસીનાં ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. શક્ય તેટલી ઝડપથી આગને કાબુ મેળવવા માટે લાશ્કરો કામે લાગી ચુક્યા છે. હાલ તો આસપાસનાં અન્ય શેડમાં આગ ન લાગે અને આગ વધારે વિકરાળ ન બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, પોલિમરનું કેમિકલ જ્વલનશીલ હોવાને કારણે તે ફાટવાનો પણ ભય રહે છે. જેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો છે.
શેર કરવા અહીં ક્લિક કરો.