કપડવંજ તાલુકાની શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં એક આનંદ સાથે સહઅભ્યાસકીય પ્રવુતિઓ  કાર્યક્રમ યોજાયો .Twinning /Partnership and Teacher Exchange Program…. અંતરગત મોટીઝેર પ્રાથમિક શાળાની  મુલાકાતે આવેલા નરસિંહપુર પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક મિત્રો સાથે મળીને શાળાના ધો.6 થી 8 બાળકો અને શિક્ષકો મિત્રો એ વિવિધ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લઈ આનંદ સાથે ન હરિફાઈ ન સ્પર્ધા માત્ર મૈત્રી ભાવના સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ તેમજ રમત અને મનોરંજન સાથે આનંદ માણ્યો હતો  જેમાં એકબીજાને સમજવાની  ,મદદ કરવાની ભાવના કેળવાય તેમજ ઇતર પ્રવુતિઓમાં કેવી રીતે આગળ  વધી શકાય તેવી માહિતી  બંને શાળાના  શિક્ષકમિત્રોએ બાળકોને  શિખામણ આપી  હતી .મોટીઝેરમાં આવેલ આકાર સિન્થેટિક ફેક્ટરીની મુલાકાત લઈને બાળકોને ઉદ્યોગ ને લગતી માહિતી આપવા મુલાકાત કરાવી હતી. આ કાર્યક્રમથી બાળકોમાં  ખુબ જ ખુશી  અને  ઉત્સાહ જોવા મળ્યો જે બદલ શિક્ષમમિત્રોનો આભાર અને બાળકોને અભિનંદન આપ્યા હતા. બંને પ્રાથમિક  શાળાના આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલ તેમજ બ્રિજેશભાઈ પટેલે  આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો તેવું જણાવ્યું હતું .

Contribute Your Support by Sharing this News: