આજ રોજ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા મેરાવાડા રોડ પર અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર રીતે ઇજા ઓ પહોંચી હતી એમાંથી એક ઈસમને શામળાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો અને અન્ય બીજા ઈસમને અમદાવાદ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો  આ મામલે મળતી માહિતી અનુસાર અમદાવાદ ઉદેપુર છ માર્ગીય હાઈવે ના નવીનીકરણ નું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક મશીન મેરાવાડા ગામ પાસે હતું ત્યારે બાઈક પર સવાર ત્રણ ઈસમો મશીન સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો