ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૩)

કડી તાલુકામાં છેલ્લા બે દિવસથી દીપડા જેવા વન્ય પ્રાણીએ એક ઢેલ સહિત અન્ય પ્રાણી નો શિકાર કર્યો હોવાની વાત વહેતી થયી તેમાં મેઢા અને ઝાલોડા ગામની સીમમાં આવેલ એક ખાનગી કંપનીના સીસીટીવી માં દીપડા જેવું વન્ય પ્રાણી દેખાતા વન વિભાગ સતર્ક થયી ગયું હતું.છેલ્લા બે દિવસ કડી તાલુકાના ગામોમાં વન્યપ્રાણી આવી ચડ્યું હોવાની આશંકા એ વનવિભાગ દોડધામ કરી રહ્યું હતું ત્યારે સીમમાં આવેલ ખાનગી કંપનીમાં લગાવેલ સીસીટીવી માં દીપડા જેવું વન્ય પ્રાણી દેખાતા તેને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હોવાનું વનવિભાગ ના એક અધિકારીએ જણાવ્યું હતું.

વનવિભાગ દ્વારા દીપડો હોવાનું નકારી દીધું હતું પરંતુ ખાનગી કંપનીના સીસીટીવી માં દેખાતા વનવિભાગ દ્વારા દીપડા જેવું વન્યપ્રાણી હોવાનો સ્વીકાર કર્યો હતો.અત્યારે હાલ ખેતીની સિઝન શરૂ થયી ગયી હોવાથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Contribute Your Support by Sharing this News: