ઉ. ગુજરાતમાં વધુ 6 કોરોના પોઝિટિવના કેસ નોંધાયા : વધુ બે વ્યક્તિના મોત

ગમ્યું તો આગળ શેર કરો.

અરવલ્લી જિલ્લામાં ૩ અને મહેસાણા જિલ્લામાં ૩ એમ ઉત્તર ગુજરાતમાં બુધવારે વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૬૭ થઈ છે. જ્યારે બુધવારે અરવલ્લીમાં એક અને બનાસકાંઠામાં એક મળીને વધુ બે મોત થતાં ઉત્તર ગુજરાતમાં કોરોનાથી મોતનો આંકડો પણ ૪૩ થઈ ગયો છે.

મહેસાણા તાલુકાના ખદલપુર-બોરવેલનાં ૬૨ વર્ષનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કડીના કરણનગરની એટલાન્ટાપાર્ક સોસાયટીના ૬૧ વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંક ૧૩૯ પહોંચ્યો છે સાથે મોડાસા શહેરમાં જ ૪૮ કેસ નોંધાયા છે.

મોડાસા શહેરમાં ખાનજી પાર્કમાં ૪૬ વર્ષના પુરુષ અને અંજુમન સોસાયટીમાં ૬૫ વર્ષના પુરુષ તેમજ મોડાસા તાલુકાના કુડોલ ગામે ૪૮ વર્ષના પુરુષને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. મોડાસાના 65 વર્ષીય પુરૂષ જે હિંમતનગર ખાતે દાખલ હતા તેઓનું બુધવારે મોત થતાં જિલ્લામાં મોતનો આંકડો ૧૧ પર પહોંચ્યો છે તો કોરોનાને મ્હાત આપીને ૧૧૩ લોકો સાજા પણ થઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વધુ એક કોરોના સંક્રમિત દર્દીનું મોત નિપજ્યું હતું. ડીસાના આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

ગમ્યું તો આગળ શેર કરો.