ગરવીતાકાત,વડોદરા: વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં એક 9 વર્ષનાં બાળકને એક એવુ પદ મળ્યુ કે જેને મેળવવા માટે આજે નવયુવાનો સપના જોતા હોય છે. જણાવી દઇએ કે, વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આ 9 વર્ષનાં બાળકે પીએસઆઇનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે તેણે માત્ર એક દિવસ માટે જ આ ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન પોલીસ કર્મીઓએ તેને સેલ્યુટ કરી એટલુ જ સન્માન આપ્યુ જેટલુ મોટા અધિકારીને અપાય છે.

વડોદરાની એક પોલીસ સ્ટેશનમાં એક બાળકને PSI નો ચાર્જ મળતા તેને પોલીસ કર્મીઓએ સેલ્યુટ કરી સન્માન આપ્યુ હતુ. તેને જોઇ થોડી ક્ષણ માટે તમને ફિલ્મ સિંઘમનાં અજય દેવગન યાદ આવી જશે. મોઢા પર મોટા ચશ્મા અને હાથમાં સ્ટીક રાખી આ બાળકે પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યો. શાનથી ખુરશીમાં બેઠેલા આ નવા પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ લંખી કુમાર છે.

એક દિવસનાં PSI બનાવવા પાછળ શું છે કારણ: પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યા બાદ આ બાળ PSI એ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કર્યુ. આપને જણાવી દઇએ કે, લંખી કુમાર એક ખતરનાક અસાધ્ય બિમારીથી પીડાઇ રહ્યો છે, જેનુ સપનું મોટા થઇને પોલીસ અધિકારી બનવાનુ હતુ. જેને વડોદરા પોલીસે પૂરુ કર્યુ છે.

Contribute Your Support by Sharing this News: