પાલનપુરના ટાકરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી ૮ વર્ષીય બાળકનું કરૂણ મોત

ગમ્યું તો આગળ શેર કરો.
બકરા ચરાવવા ગયેલ બાળક તળાવમાં નહાવા પડતાં ડૂબી જતાં થયું મોત 
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જવાથી ૮ વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. બકરા ચરાવવા ગયેલ આ બાળક તળાવમાં નહાવા પડતાં ત્યારબાદ પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું છે. જો કે બનાવ અંગે ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી ૮ વર્ષીય બાળકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ટાકરવાડા ગામનો શુભમ વિનોદભાઇ પટણી નામનો આ ૮ વર્ષીય બાળક બકરા ચરાવવા માટે તળાવ નજીક ગયેલ હતો. તે દરમિયાન તળાવમાં પાણી જોઈ આ બાળકને નહાવાનું મન થઇ જતાં બાળક લાવવા માટે તળાવમાં ગયો હતો અને એકાએક પાણી વધારે હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જોકે જોતજોતામાં આ બાળક પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે લોકોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા ગઢ પોલીસ મથકના પી.અેસ.આઇ ચૌધરી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે સ્થાનિક તરવૈયાઓને જાણ કરી સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે અ.મોત. ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકના મૃતદેહને બહાર કઢાયો
પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામના તળાવમાં નહાવા પડેલા આ બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યા બાદ ગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે તળાવના કાંઠે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.
બાળકના મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ 
પાલનપુરના ટાકરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી બાળકનું કરૂણ મોત નિપજતાં તેના પરિવારજનો ઉપરાંત ગ્રામજનોમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. પરિવારનો હસતો ખેલતો બાળક સવારે ઘરેથી માતા પિતાની નજર સામે નીકળ્યો અને ત્યારબાદ સીધો જ મોતના મુખમાં ચાલ્યો જતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું હતું.
ગમ્યું તો આગળ શેર કરો.