વાડીમાં લઇ જનાર આઠ પૈકી ત્રણ શખ્સો ઝડપાયા શહેરના ખેડુતવાસમાં રહેતા આઠ શખ્સોએ સગીરાનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર વાડીમાં લઇ જઇ ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની સગીરાએ બી.ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હાલ 3 શખ્સોની ધરપકડ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શહેરનાં ખેડૂતવાસમાં રહેતા અંકિત પ્રવિણભાઇ મેર, પ્રકાશ બારૈયા ઉર્ફે ડગી અને શીવા કોળી ઉપરાંત ચારથી પાંચ ખજાણ્યા શખ્સો વિરૂધ્ધ સગીરાએ બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ઉપરોકત શખ્સોએ ગત તા.25/7/2019 ના રોજ તેણીનું અપહરણ કરી એરપોર્ટ રોડ પર આવેલા ગોકુળનગરની એક વાડીમાં લઇ જઇ તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેણી સાથે સામુહીક દુષ્કર્મ આચર્યુ હતું. આ શખ્સોએ દુષ્કર્મ આચર્વા ઉપરાંત તમામે તેણીને વાડીમાં ગો઼ધી રાખી આ બાબતની કોઇને જાણ કરશે તો તેણીને મારી નાખશે. તેવી ધમકી આપી રસ્તા પર ફેંકી તમામ શખ્સો નાસી છુટયા હોવાનુ સગીરાએ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે. સગીરાની ફરિયાદ આધારે ડીવાયએસપી એ.એમ.સૈયદે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. જયારે અન્ય નાસી છુટેલા શખ્સોની ભાળ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.

બીજા સાથે સમાચાર શેર કરો.