રાજકોટમાં આઠ ઇંચ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. રેલનગર બ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું છે.

 અંકિત પોપટ/હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજકોટમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી નડી હતી. બીજા સારા સમાચાર છે કે વરસાદને કારણે આજી-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પડધરી ખાતે આવેલો ડોડી ડેમ પણ વરસાદને કારણે ઓવરફ્લો થયો છે.

 પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાણીની સતત આવક બાજ આજી-2ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે પાંભર ઈટાળા ગામ ખાતે આવેલો ડોડી જળસંપત્તિ સિંચાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. એક જ રાતમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.

 રેલનગર બ્રિજમાં પાણી ભરાયા : રાજકોટમાં આઠ ઇંચ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. રેલનગર બ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું છે. આ પાણીમાં એક કાર અંડરબ્રિજમાં ગરકાવ થઈ ગઈ છે. અંડરબ્રિજમાં પાણી ભરતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.રેલનગર બ્રિજમાં પાણી ભરાયા : રાજકોટમાં આઠ ઇંચ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. રેલનગર બ્રિજમાં સાત ફૂટ પાણી ભરાયું છે. આ પાણીમાં એક કાર અંડરબ્રિજમાં ગરકાવ થઈ ગઈ છે. અંડરબ્રિજમાં પાણી ભરતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
 રસ્તાઓ ધોવાયા : રાજકોટમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4 થી 6 ઇંચ વરસાદ પડતા કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી બે કાંઠે વેહતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નદી બે વર્ષથી ખાલી પડી હતી. આ વરસાદ થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે.રસ્તાઓ ધોવાયા : રાજકોટમાં ભારે વરસાદને પગલે રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. બીજી તરફ રાજકોટ જિલ્લાના હડમતિયામાં ધોધમાર 4 થી 6 ઇંચ વરસાદ પડતા કંકાવટી નદી બે કાંઠે વહેવા લાગી છે. નદી બે કાંઠે વેહતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ નદી બે વર્ષથી ખાલી પડી હતી. આ વરસાદ થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
બીજા સાથે સમાચાર શેર કરો.