આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ બીજા માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. રિસેસનાં સમયે આ વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પારિવારિક ઝગડાને કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

આ મામલામાં તેની સાથે ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તે સવારથી જ ઘણી જ ટેન્સનમાં લાગતી હતી. આ પહેલા પણ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેના મિત્રોએ તેને બચાવી લીધી હતી. આ શાળાનાં પ્રિન્સિપલે જણાવ્યું કે તેની પાસેથી મોબાઇલ પણ મળી આવ્યો છે.

ધોરણ 7માં ભણતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો હતો: થોડા સમય પહેલા વડોદરામાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ કિશોરી પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં લખેલું હતું કે પરિવારની અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવતા અંતિમ પગલું ભર્યું છે. સ્નેહાએ પિતાને સંબોધી લખેલી ચિઠ્ઠીમાં પહેલી લાઇનમાંજ પિતાની માફી માગી લીધી છે. તેને લખ્યુ છે, ‘પપ્પા સોરી મારે એ ગ્રેડ જોઇતી હતી. પરંતુ બી ગ્રેડ આવી છે. આથી મારે જીવવાનો કોઇ અર્થ નથી.’ આ ચિઠ્ઠી મકરપુરા પોલીસે તપાસ અર્થે કબ્જે કરી છે.’

બીજા સાથે સમાચાર શેર કરો.