મહેસાણામાં 51 જેટલી પ્રાથમિક શાળાઓ બંધ થશે. ધોરણ 6-7માં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ થશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગએ આ મામલે પરિપત્ર જાહેર કરીને શાળાઓ બંધ કરવા માટે નિર્ણય લીધો છે. ધોરણ 6-7માં 10થી  ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓ બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લામાં 10થી ઓછા વિદ્યાર્થીઓવાળી 51 શાળાઓ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે આ શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ આપવામાં આવશે કે નહીં. શું આ વિદ્યાર્થીઓ રઝળી તો નહીં પડેને.

Contribute Your Support by Sharing this News: