રાંચીઃ સરાયકેલાના તિરૂલડીહ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શુક્રવારે સાંજે નક્સલીઓએ પોલિસ જવાનો પર હુમલો કર્યો હતો. તેમાં પાંચ જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ નકસલીઓ પોતાની સાથે જવાનોના હથિયાર પણ ઉઠાવીને લઈ ગયા હતા. હુમલા બાદ પોલિસનો એક જવાન ગુમ હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ નક્સલીઓની વિરુદ્ધ સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સ્થાનીક લોકોના જણાવ્યા પ્રમાણે છ પોલિસ કર્મચારીઓ કુકડૂ ગામમાં કોઈ કામથી આવ્યા હતા. બાદમાં સાપ્તાહિક બજારમાં પહોંચ્યા અને કેટલીક ખરીદી પણ કરી. આ દરમિયાન તમામ પોલિસ કર્મચારી બજારમાં જ એક મંદિરની પાસે ઉભા હતા. તેમાં છ બાઈક પર હથિયારબંધ નક્સલી ત્યાં પહોંચ્યા અને પોલિસ કર્મચારીઓ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. પાંચ પોલિસ કર્મચારીઓ આ હુમલામાં શહીદ થઈ ગયા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલીઓ તિરલડીહ પોલિસ સ્ટેશન તરફ ભાગી ગયા હતા.

Contribute Your Support by Sharing this News: