કોરોના વાઇરસને કારણે ગુજરાતમાં પણ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે, દેશમાં અત્યાર સુધી 132 જેટલા કોરોના સંદિગ્ધ કેસ સામે આવ્યાં છે, ત્રણ લોકોનો કોરોના વાઇરસે ભોગ લઇ લીધો છે, ત્યારે ગુજરાતમાં બહારથી આવતા લોકોની અને વિદેશીઓની મેડિકલ તપાસ કરાઇ રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 20 લોકોનાં રિપોર્ટ સામાન્ય આવ્યાં છે. અને વધુ પાંચ શંકાસ્પદ લોકોને દાખલ કરાયા છે, જેમાંથી 3 વિદેશ જઇને આવ્યાં હતા, તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે.જો કે હજુ સુધી પાંચેય વ્યક્તિઓના લેબોરેટરી રિપોર્ટ આવ્યાં નથી, પરંતુ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે, તેમનાથી અન્ય બિમારીના દર્દીઓને દૂર રખાયા છે, પાંચ દર્દીઓમાં અમદાવાદના 2, વલસાડના 1, લુણાવાડાના 1 અને બારડોલપુપના 1 છે.જો કે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેથી લોકોએ ડરવાની જરૂર નથી, બહાર નીકળો તો માસ્ક પહેરીને જ જવું જોઇએ, 31 માર્ચ સુધી સ્કૂલો-કોલેજો બંધ કરી દેવાઇ છે, જાહેર અને મોટા સરકારી કાર્યક્રમો રદ્દ કરાયા છે, લોકોને અપીલ છે કે કોરોનાને લઇને કોઇ અફવાઓ ન ફેલાવો, જરૂર ન હોય તો બહાર જવાનું ટાળવું જોઇએ.
Contribute Your Support by Sharing this News: