જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 332 : કુલ મોત 30 : 195 દર્દી સ્વસ્થ થયા

પાટણ શહેરમાં પાંચ અને રાધનપુર શહેરમાં બે મળીને જિલ્લામાં સોમવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ કેસ 332 થયો છે. પાટણ શહેરના પડીગુંદીનો પાડો ગોળશેરી, વિજલપુર, તુલસીપાકૅ સોસાયટી, ધનરત્ન ફ્લેટ અને સુભાષનગર સોમવારે કુલ ૫ પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવતાં શહેરમાં ફફડાટ વધ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ રાધનપુર શહેરની નંદનવન સોસાયટીમાં પણ એક મહિલા અને એક પુરૂષ કોરોના સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યો હતો.

સોમવારે પાટણ શહેરમાં જ એકી સાથે પાંચ જેટલા કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા દરેકને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત તકેદારી રાખવા અપીલ કરી છે.