4 વર્ષની બાળકીનો રેપ, હત્યા કર્યા પછી કુવામાં લાશ ફેંકી

શેર કરવા અહીં ક્લિક કરો.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે રુંવાટા ઉભા કરી નાખે તેવો છે. અહીં 4 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેનો રેપ કરવામાં આવ્યો. ત્યારપછી તેની હત્યા કરીને તેની લાશ કુવામાં ફેંકી દીધી. પોલીસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાળકીનું હીરાનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે અપહરણ કરવામાં આવ્યું હતું. તે પોતાના ઘરમાં માતા-પિતા સાથે સુઈ રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ 30 વર્ષના નંદુ તરીકે થઇ છે અને તે ઝાબુઆનો રહેવાસી છે.

આ પણ વાંચો: પત્નીની મૌત પછી 8 વર્ષની દીકરીનો પિતાએ રેપ કર્યો 4 વર્ષની બાળકીનો રેપ બાળકીનું રાત્રે આરોપીએ અપહરણ કરી લીધુંમળતી જાણકારી અનુસાર ઈંદોરના હીરાનગર વિસ્તારમાં માતાપિતા સાથે સુઈ રહેલી લગભગ 4 વર્ષની બાળકીનું રાત્રે આરોપીએ અપહરણ કરી લીધું. પિતા વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે તેમને બાળકી નહીં દેખાઈ. ઘરના લોકોએ બાળકીની શોધ કરી અને જયારે તે નહીં મળી ત્યારે રાત્રે 3 વાગ્યે પોલીસને સૂચના આપી.4 વર્ષની બાળકીનો રેપ પરિચિત વ્યક્તિનો હાથપોલીસે તાપસ કરતા લગભગ 16 કલાક પછી ઘરથી 200 મીટર દૂર એક કુવામાં બાળકીની લાશ અર્ધનગ્ન અવસ્થામાં મળી આવી. એસએસપી રુચિ વર્ધન મિશ્રા ઘ્વારા જણાવવામાં આ

 વ્યું કે જે રીતે અડધી રાત્રે બાળકી પોતાના ઘરથી ગાયબ થઇ, તેનાથી પોલીસની સમજમાં આવી ગયું કે આ કૃત્યમાં પીડિત બાળકીના પરિવારના પરિચિત વ્યક્તિનો હાથ હોય શકે છે. તેમને જણાવ્યું કે ઘટના સાથે જોડાયેલા પરિસરમાં 36 ઝુંપડીઓ છે અને ત્યાં ઘણા લોકોની અવરજવર હોય છે. 4 વર્ષની બાળકીનો રેપ ખેતરમાં લઇ જઈને તેનો રેપ કર્યો પોસ્ટમોર્ટમમાં રેપની પુષ્ટિ થયા પછી પોલીસે આસપાસના કેટલાક શંકાસ્પદ લોકોની અટક કરીને તેમની પૂછપરછ કરી પૂછપરછમાં નંદુએ પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો તેને જણાવ્યું એક નશો કર્યા પછી તેને બાળકીને માતા પાસેથી ઉઠાવી લીધી હતી તેના નજીકના ખેતરમાં લઇ જઈને તેનો રેપ કર્યો બાળકી રડવા લાગી ત્યારે મોઢું અને ગળું દબાવી દીધું બેભાન અવસ્થામાં જયારે લાગ્યું કે હવે તે મરી જશે ત્યારે બાળકીને કુવામાં ફેંકીને તે સુઈ ગયો

શેર કરવા અહીં ક્લિક કરો.