યુદ્ધ પછી કૌરવ વંશનો નાશ થયો હતો, તેનાથી દુઃખી થઈને ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો, યદુવંશનો નાશ કેવી રીતે થયો

ગમ્યું તો આગળ શેર કરો.

       યુદ્ધ પછી કૌરવ વંશનો નાશ થયો હતો, તેનાથી દુઃખી થઈને ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો, યદુવંશનો નાશ કેવી રીતે થયો હતો?શ્રીકૃષ્ણના પુત્ર સાંબે ઋષિઓની સાથે મજાક કર્યો હતો, દ્વારિકામાં અપશુકન થવાં લાગ્યાં હતાં- મહાભારતના યુદ્ધમાં સંપૂર્ણ કૌરવ વંશનો નાશ થઈ ગયો હતો. તેનાથી દુઃખી થઈને ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે તું પણ પોતાના કુટુંબીજનોની સાથે મૃત્યુ પામીશ. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે જાણો યદુવંશીઓનો નાશ કેવી રીતે થયો હતો?

શ્રીકૃષ્ણના પુત્ર સાંબે ઋષિઓની સાથે મજાક કર્યો હતો-મહાભારતના યુદ્ધ પછી લગભગ 36 વર્ષ પછી એક દિવસ દ્વારિકામાં ઋષિ વિશ્વામિત્ર, કણ્વ, દેવર્ષિ નારદ પહોંચ્યાં. ત્યાં કેટલાક લોકો આ ઋષિઓની મજાક કરવા લાગ્યાં. શ્રીકૃષ્ણના પુત્ર સાંબને સ્ત્રી વેષમાં ઋષિઓની પાસે લઈ ગયાં અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. લોકોએ ઋષિઓને પૂછ્યું કે તેના ગર્ભમાંથી શું પેદા થશે? બધા ઋષિ સમજી ગયા કે આ લોકો અમારો મજાક ઉડાવી રહ્યાં છે. ઋષિઓએ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે શ્રીકૃષ્ણનો આ પુત્ર અધર્મી લોકોનો નાશ કરવા માટે એક મુશળ ઉત્પન્ન કરશે. આ સાંભળીને બધા ડરી ગયા. જ્યારે શ્રીકૃષ્ણએ આ વાત જાણી તો તેમણે કહ્યું કે આ શ્રાપ જરૂર સાચો પડશે.

સાંબે મૂશળ ઉત્પન્ન કર્યું-ઋષિઓના શ્રાપની અસરથી બીજા દિવસે જ સાંબે મુશળ ઉત્પન્ન કર્યું. રાજા ઉગ્રસેને તે મૂશળના ચુરે-ચુરા કરીને સમુદ્રમાં ફેંકી દીધું. ત્યારબાદ દ્વારિકામાં અપશુકન થવા લાગ્યા. આંધી-તોફાન ચાલવા લાગ્યાં.શ્રીકૃષ્ણએ જ્યારે આ બધુ જોયું તો તેમણે વિચાર્યું કે માતા ગાંધારીનો શ્રાપ સત્ય થવાનો સમય આવી ગયો છે. જેવું મહાભારતના યુદ્ધના સમયે બન્યું હતું.યદુવંશનો આ રીતે નાશ થયો હતો-શ્રીકૃષ્ણ પરિવારના બધા લોકોની સાથે લઈને પ્રભાસ તીર્થમાં નિવાસ કરવા લાગ્યા. એક દિવસ કોઈ વાતે સાત્યકિ અને કૃતવર્માની વચ્ચે વિવાદ શરૂ થયો. વિવાદ એટલો વધી ગયો કે સાત્યકિ અને પ્રદ્યુમ્ન માર્યા ગયા. ક્રોધિત થઈને શ્રીકૃષ્ણએ ઘાસ ઉખાડી લીધું. તે ઘાસ હાથમાં આવતાંની સાથે જ ભયંકર મુશળ બની ગયું. આ મુશળથી શ્રીકૃષ્ણ બધાનો વધ કરવા લાગ્યાં. જે કોઈ પણ તે ઘાસ ઉખાડતાં તે ભયંકર મૂશળમાં ફેરવાઈ જતું. આવું ઋષિઓના શ્રાપને લીધે થયું હતું. આ પ્રકારે શ્રીકૃષ્ણ અને બલરામને છોડીને બધા યદુવંશી માર્યા ગયાં. અંતે બલરામ સમાધિમાં બેસી ગયાં. તેમના મુખથી ભગવાન શેષનાગ નિકળ્યા અને સમુદ્રમાં સમાઈ ગયાં. અંતે ભગવાન શ્રીકૃષ્ણ જરા નામના શિકારીના હાથે માર્યા ગયા. આ પ્રકારે યદુવંશીઓનો નાશ થઈ ગયો હતો.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો