બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિધાનસભાના દંડક દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કડક પગલાં ભરવામાં આવે

ગમ્યું તો આગળ શેર કરો.

ધવલસિંહ ઝાલાનું અલ્પેશ ઠાકોર અને રાજેન્દ્રસિંહ ઠાકોરને લઇને મહત્વનું નિવેદન ધવલસિંહ ઝાલાનું અલ્પેશ ઠાકોર અને રાજેન્દ્રસિંહ ઠાકોરને લઇને મહત્વનું નિવેદન
બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલaપ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિધાનસભાના દંડક દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કડક પગલાં ભરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તે માટે રજુઆત કરવામાં આવી રહી છે. વિધાનસભાની મુલાકાત કરવામાં આવી રહી છે.
તે અંગે તેમણે જણાવ્યુ હતું કે અલ્પેશ ઠાકોર એ એક સામાજિક આગેવાન છે સામાજીક કાર્યકર્તા છે. તેમનું નું કદ વધ્યું છે એટલે સસ્પેન્ડ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાથે સાથે મારી સાથે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને લોકસભા ચૂંટણીના પ્રચારથી દુર રખાયો હતો.સાબરકાંઠા લોકસભા બેઠકના પરિણામ મામલે તેમને જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહ ઠાકોર મારા મોટાભાઈ સમાન છે પરંતુ કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદના કારણે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર હારે તો નવાઈ નહીં. કોંગ્રેસ અમને દૂર કરી રહ્યું છે. કોંગ્રેસના લોકોએ મારા કાર્યાલયના બેનર ફાડ્યા હતા.ધવલસિંહના ફરતા બોલઅગાઉ એક્ઝિટ પોલ પર કોંગ્રસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું. એક્ઝિટપોલપરધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ તરફી નિવેદન આપ્યું અગાઉ કહ્યું હતું કે, કોંગ્રેસ હારશે.જ્યારે હવે ધવલસિંહ ઝાલા કહી રહ્યા છીએ કે, કોંગ્રેસને 8થી 12 જેટલી સીટ મળશે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે. ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર જૂથમાંથી આવે છે. કોંગ્રેસમાં સસ્પેન્શનની ગાજ ન આવે તેને લઇ ધવલસિંહ ઝાલાએ આ નિવેદન આપ્યું હોવાનુ મનાય છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો