બાયડ તાલુકામાં આવેલા ઉંટરડા ગામે બિરાજમાન શ્રી દિપેશ્વરી માતાજી નો 32 મો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.
   સવંત 2075 ને વૈશાખ સુદ છઠ એટલે મા દિપેશ્વરી નો પ્રાગટ્ય દિવસ આ દિવસે માતાજી મંદિર ઉંટરડા ના પ્રમુખ શ્રી નવીનભાઈ પંડ્યા અને મંદીના પૂજારી શ્રી હરિશંકર રાવલ તથા ગામવાસીઓ દ્વારા માતાજીના પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવમાં દિપેશ્વરી વિસામા ગ્રુપ નો બહુમૂલ્ય ફાળો હોય છે પાટોત્સવના દિવસે માતાજી ને 30 કિલોની કેક પ્રસાદ તરીકે અર્પણ કરી હતી પાટોત્સવના દિવસે સવારે હવન નો પ્રારંભ કરી માતાજીની અદભુત શોભાયાત્રા સમગ્ર ગામમાં કાઢવામાં આવી હતી  અને શોભાયાત્રામાં ગામના લોકો તથા આજુબાજુના ગામના લોકો માના ભકતો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમગ્ર ઉંટરડા ગામ ભક્તિ મય વાતાવરણ માં ફેરવાઈ ગયું હતું આ શોભાયાત્રામાં રાસ ગરબા ડીજે સાઉન્ડ નું સરસ આયોજન હતું અને સવાર સાંજ બંને ટાઈમ માતાજીના મહાપ્રસાદનું ખૂબ જ સુંદર આયોજન કરેલ હતું
શેર કરવા અહીં ક્લિક કરો.