હાલોલ-વડોદરા હાઈવે ટોલ પ્લાઝા પાસે કાર અકસ્માત સર્જાતા 3ના મોત, 2 ઘાયલ

શેર કરવા અહીં ક્લિક કરો.

પંચમહાલ: જિલ્લાના હાલોલ-વડોદરા હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કાર અકસ્માત સર્જાયો હતો.કાર અચાનક પલટી મારી જતા 3 લોકો મોત નિપજ્યા છે, અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિત અનુસાર, હાલોલ-વડોદરા હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કાર હાઈવે પર જઈ રહી હતી ત્યારે અચાનક કોઈ કારણોસર ફૂલ સ્પીડમાં પલટી મારી ગઈ, જેમાં કારમાં સવાર બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે અને જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ઘટનાની જાણ કરવામાં આવતા તુરંત 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.