મહત્વનું છે કે ગઇકાલે પાટણનાં સાંતલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં ત્રણ દિવસ થંડર સ્ટ્રોમની આગાહી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઇકાલે પાટણનાં સાંતલપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, ‘ આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રનાં રાજકોટ-અમરેલી, કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે.’ જેના કારણે અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો થઇને વાદળછાયું થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ આગાહી છે. ધૂળની ડમરી સાથે ઝડપી પવન ફૂંકાઇ શકે છે.ગઇકાલે અમદાવાદમાં 41 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી 3 દિવસ શહેરમાં પણ તાપમાંથી રાહત મળશે અને ગરમીનો પારો 41 ડિગ્રીની આસપાસ રહેશે.મોસમ વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે 6 જૂનના કેરળમાં મેઘરાજાનું આગમન થશે. કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ ઉતર તરફ ચોમાસુ આગળ વધશે. જો કે ગુજરાતમાં ચોમાસા ઋતુની શરુઆત 15 જુનથી થાય છે પરંતુ કેરળમાં ચોમાસાની શરુઆત થયા બાદ મોસમ વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યારે ચોમાસુ શરુ થશે તેની સચોટ આગાહી કરશે. આ ઉપરાંત મોસમ વિભાગે કહ્યું છે કે આ વખતે ચોમસું સામાન્ય રહેશે.

બીજા સાથે સમાચાર શેર કરો.