ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે મોડાસા તાલુકાના છારાનગર (જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે દરરોજ લાખ્ખો-હજ્જારો લીટર દેશી દારૂ અરવલ્લી-સાબરકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં વિવિધ નાના-મોટા વાહનો મારફતે દેશી દારૂ ઠાલવવાનું સુનિયોજીત રેકેટ ચાલી રહ્યું છે મોડાસા રૂરલ પોલીસે મરડીયા બસ સ્ટેન્ડ નજીકથી બાતમીના આધારે ત્રણ એક્ટિવા સાથે છારા નગરના ત્રણ બુટલેગરોને ૭૯૦૦ રૂપિયાના દેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીએસઆઈ કે.એસ.સિસોદિયાએ તેમની ટીમ સાથે મોડાસા-શામળાજી રોડ પર મરડીયા પાટિયા નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા બાતમીના આધારે ત્રણ એકટીવા મોપેડ પર દેશી દારૂની ખેપ મારતા ૧) રાજુ મોહનભાઈ છારા,૨)રમેશ અંબારામ છારા,૩) સજ્જુ રણજીતભાઇ છારા (ત્રણે રહે,છારા નગર, તા- મોડાસા) ને અટકાવી ત્રણે એકટિવાની  ડેકીમાં પ્લાસ્ટિકની કોથળીઓમાં સંતાડીને રાખેલો કુલ દેશી દારૂ ૩૯૫ લીટર કીં.રૂ.૭૯૦૦/- તથા ત્રણ એકટિવાની કીં.રૂ.૬૫૦૦૦/- મળી કુલ રૂ.૭૨૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે શખ્શો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Contribute Your Support by Sharing this News: