રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી 639 કેસ નોંધાયા છે. જેમાં એક્ટિવ કેસોની સંખ્યા 326 છે.   

રાજકોટ જિલ્લામાં કોરોના કેસ 1 હજારને પાર
રાજકોટ શહેરમાં નવા 26 કેસ નોંધાયાની સાથે રાજકોટ શહેર અને ગ્રામ્યના કેસ મળીને એક હજારને પાર પહોંચી ગયા છે.

આમ ગુજરાતમાં રાજકોટ પાંચમો જિલ્લો છે જ્યાં કોરોનાના કેસોની સંખ્યા એક હજારને પાર પહોંચી છે. આ પહેલા અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં એક હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાની સ્થિતિ
રાજકોટ જિલ્લામાં જો કોરોનાની હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 1008 કેસ નોંધાયા છે.

જેમાં રાજકોટ શહેરમાં 639 અને ગ્રામ્યમાં 369 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને લીધે કુલ 20 લોકોના મૃત્યુ થયા છે. સારવાર દરમિયાન 409 દર્દીઓ રિકવર થયા છે.

Contribute Your Support by Sharing this News: