રાજ્યમાં કુદકેને ભુસકે કોરોના પોઝિટિવના કેસ રોજ નવા રેકોર્ડ સર કરી રહ્યું છે. આજે પ્રથમવાર ૨૪ કલાકમાં ૮૦૦ ને પાર ૮૬૧ કેસ નોંધાયા છે.

આ સાથે રાજ્યમાં કુલ સંક્રમીતોનો આંકડો ૩૯ હજારને પાર થઇ ૩૯૨૮૦ કોરોનાના કેસ નોંધાયા છે.આજે વધુ ૧૫ મોત કોરોનાને કારણે થતા કુલ મૃત્યુ આંક ૨૦૦૦ ને પાર થઇ ૨૦૧૦ થયો છે. રાજ્યમાં આજે ૪૨૯ દર્દી સાજા થયા હતા. આ સાથે કુલ ડિસ્ચાર્જ થવાનો આંકડો ૨૭૭૪૨ થયો છે.

રાજ્યમાં હાલની સ્થિતિએ એક્ટિવ કેસ ૯૪૫૬ છે.જેમાં ૭૨ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૯૪૫૬ સ્ટેબલ છે.રાજ્યમાં સતત કોરોના વાયરસ પોતાનો પ્રકોપ સાર્વત્રિક રીતે બતાવી રહ્યો છે.જેને આરોગ્યતંત્રની ઊંઘ હરામ કરી મુકી છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૨૮ લોકોના ટેસ્ટ કરાતા ૮૬૧ જેટલા રકોર્ડ બ્રેક કોરોનાના દર્દી નોંધાયા છે.રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ દર્દીઓના કોવિડ-૧૯ ને કારણે મોત નોંધાયા છે.