મહેસાણા જિલ્લામાં ૨૧ જુન ૨૦૧૯ને શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે  જેમાં જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ કાર્યક્રમનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ,મહેસાણા ખાતે સવારે ૦૬-૦૦ કલાકથી ઉજવણી થનાર છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેનાર છે.આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા સર્વે નગરજનોને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

જિલ્લામાં જિલ્લાના કક્ષાએ ૦૫,તાલુકા કક્ષાએ ૨૨,નગરપાલિકા કક્ષાએ ૧૪, પ્રાથમિક શાળાઓમાં ૯૯૫, માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં૩૮૫,         ૪૦ કોલેજના સ્થળોએ ૨૦ અન્ય સહભાગી સંસ્થાઓ સહિત  જિલ્લામાં અદાજીત ૧૪૮૧ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે.જિલ્લા કક્ષાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડના મુખ્ય સ્થળે ઉજવણી થનાર છે.

આ ઉપરાંત સૂર્યમંદિર મોઢેરા,તારંગા હિલ સ્ટેશન,તાના-રીરી ગાર્ડન,શ્રી બહુચરાજી માતાજીનું મંદિર,શર્મિષ્ઠા તળાવ એર થીયેટર સહિતના સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે.જિલ્લા કક્ષાએ પાંચ સ્થળોમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ,એન.જી.ઇન્ટરનેશનલ સ્કુલ,ઓ.એન.જી.સી ગ્રાઉન્ડ,દેદીયાસણ જી.આઇ.ડી.સી ગ્રાઉન્ડ અને નાલંદા હાઇસ્કુલ ખાતે યોગ દિવસ ઉજવનાર છે.વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં યોગાભ્યાસ કરવા સૌ જિલ્લા વાસીઓને નિમંત્રણ પાઠવેલ છે.

૨૧ જુન ૨૦૧૯ વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે સવારે ૦૬ કલાકથી યોજાનાર છે. . વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં  પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતે ઔધોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહેનાર છે.આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં કવરેજ માટે નિમંત્રણ

Contribute Your Support by Sharing this News: