2019: ઐતિહાસિક જીત બદલ PM નરેન્દ્ર મોદીને વિદેશી મિત્રોએ આપ્યા અભિનંદન

ગમ્યું તો આગળ શેર કરો.

લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય જીતની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત પર તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ જીત પર દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ટ્વિટ કરી વડાપ્રધાન મોદીને જીતના અભિનંદન આપ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. એનડીએની જીત પર વિશ્વના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે. જેમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને લઇને શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ સામેલ છે. વળી, વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને ભાજપને મોટી જીત અપાવવા માટે મોદીને ધન્યવાદ પાઠવ્યા.નેતન્યાહૂએ મોદીને ધન્યવાદ પાઠવતા લખ્યું, નેતન્યાહૂએ મોદીને ધન્યવાદ પાઠવતા લખ્યું, મારાં મિત્ર નરેન્દ્ર મોદી તમને પ્રભાવશાળી ઇલેક્શન જીત પર હાર્દિક અભિનંદન! આ ચૂંટણીના પરિણામો એકવાર ફરીથી વિશ્વના સૌથી મોટાં લોકતંત્રમાં તમારાં નેતૃત્વને સાબિત કરે છે. આપણે સાથે મળીને ભારત અને ઇઝરાયલની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતાને મજબૂત કરવાનું યથાવત રાખીશું. 

ગમ્યું તો આગળ શેર કરો.