કલમ ૩૭ મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરમાં પ્રમુખને સસ્પેન્ડ કરવા માંગ
પાલનપુર નગરપાલિકાના રૂ.૨.૪૦ કરોડના ડોર ટુ ડોર કચરા કૌભાંડ બાબતે પ્રમુખ અશોક ઠાકોર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૭ મુજબ કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગર અને કલમ ૭૦ મુજબ પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી ગાંધીનગરને કાયદેસરની કાર્યવાહી કરી નગરપાલિકાના પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા તેમજ કૌભાંડનાં નાણાંની વસૂલાત કરવા બાબતે પાલિકા સદસ્ય અમૃતભાઈ જોષી દ્વારા રજૂઆત કરાઇ છે.
પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃત જોષી દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર તેમજ તત્કાલીન મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે ભળી જઈ મોટી જરૂરિયાત ન હોય તેવી શરતો રાખી ટેન્ડર દરબાર વેસ્ટ કોર્પોરેશન સુરતને જ મળે તે માટે પ્રમુખ અશોકભાઈ ઠાકોર તેમજ તત્કાલીન મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટની સહીથી જાહેર નિવિદા ઓક્ટોબર ૨૦૧૮માં બહાર પાડવામાં આવેલી હતી. તેમાં જરૂરિયાત ન હોય તેવી ૬૫ શરતો રાખવામાં આવેલ હતી. આ શરતોમાં મોટાપાયે શરતોનો ભંગ થયેલ હોવાનુ જણાવ્યું છે. આ કામગીરીમાં મોટા પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની રાવ રજુઆતમા કરાઇ છે. આમ નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન કરેલ છે અને નાણા ઘરભેગા કરેલ હોવાના આક્ષેપો કરાયા છે. આમ પ્રમુખને પ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી સસ્પેન્ડ કરી નાણાંની વસૂલાત કરી તેમની ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી રજૂઆત કરી છે.
Contribute Your Support by Sharing this News: